Monday 29 February 2016

आजनो दिनविशेष 29 फेब्रुवारी

29 February...Morarji Desai

મોરારજી દેસાઈ (ફેબ્રુઆરી ૨૯, ૧૮૯૬ – એપ્રિલ ૧૦, ૧૯૯૫) (આખું નામ: મોરારજી રણછોડજી દેસાઈ) ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન (ઇ. સ. ૧૯૭૭થી ૭૯) હતા. તેઓ એવા પ્રથમ વડાપ્રધાન હતા કે જેઓ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા. તેમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવાંકે, મુંબઇ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, નાણા પ્રધાન અને ભારતના નાયબ વડાપ્રધાન. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, મોરારજી દેસાઇ તેમના શાંતિ માટેનાં પ્રયત્નો અને દક્ષિણ એશિયાના બે દુશ્મન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટેના પ્રયત્નો માટે જાણીતા છે. ૧૯૭૪માં ભારતના પ્રથમ અણુધડાકા પછી, મોરારજીભાઈએ ચીન અને પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કરવામાં ભાગ ભજવ્યો હતો અને ભારત-પાકિસ્તાનનાં ૧૯૭૧ યુધ્ધ જેવી પરિસ્થિતી નીવારી હતી. ઘર આંગણે, તેમણે ૧૯૭૪ના અણુધડાકા પછી ભારતના અણુ કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પાછળથી તેમની નીતિઓએ મુખ્યત્વે સામાજિક, આરોગ્ય સંબંધિત અને સંચાલન ક્ષેત્રના સુધારાઓને ઉત્તેજન આપ્યું. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન (૧૯૯૧) તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન (૧૯૯૦)થી સન્માનિત કરવામાં આવ્યા હોય.

આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈ ને યાદ કરે છે. આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદી, નિયમિતપણે સ્વમૂત્ર તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો એમને યાદ કરે છે.

No comments:

Post a Comment